kahewai jay to! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહેવાઈ જાય તો!

kahewai jay to!

હરજીવન દાફડા હરજીવન દાફડા
કહેવાઈ જાય તો!
હરજીવન દાફડા

શબ્દો કે કોઈ સાનથી કહેવાઈ જાય તો!

ડૂમો ગમે તે રીતથી ઠલવાઈ જાય તો!

તારા અખંડ વ્યાપમાં આવી તો જાઉં પણ,

મારી ભીતર ને બહાર તું વહેંચાઈ જાય તો!

હું પણ રહું હું અને તું પણ રહે તું,

તસવીર એવી આપણી દોરાઈ જાય તો!

શ્વાસોમાં એટલે તો રાખું છું હું તને,

મારાથી ભીડભાડમાં ખોવાઈ જાય તો!

સામે નથી છતાં જે દેખાય છે મને,

એમ અહીં તમામને દેખાઈ જાય તો!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ