kagal nanamo - Ghazals | RekhtaGujarati

કાગળ નનામો

kagal nanamo

એસ. એસ. રાહી એસ. એસ. રાહી
કાગળ નનામો
એસ. એસ. રાહી

હૃદયમાં છે બે-ચાર ઝળહળતાં નામો,

મારી નજરમાં છે બસ તીર્થધામો.

શું ઊભા છે રસ્તા ઉપર આયનાઓ,

નહિ તો મને કાં મળું રોજ સામો.

લખી લ્યો પ્રથમ એમાં સરનામું મારું,

ભલે હાથમાં હોય કાગળ નનામો.

પ્રણયમાં હૃદય હાથમાં કેમ રહેશે?

ઊગતા પ્રલયને તમે જલદી ડામો.

જુઓ બંદગી પણ અધૂરી રહી ગઈ,

નથી પૂર્ણ થાતાં ઘણાં શુભ કામો.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999