રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો—તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે
—to dost, hwe sambhlaw gajhal, bahu ekalwayun lage chhe
—તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે, મૂક, હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
—to dost, hwe sambhlaw gajhal, bahu ekalwayun lage chhe,
le, mook, hatheliman makhmal, bahu ekalwayun lage chhe
shayad maro bhukko thashe ke Dhanchaman jakDai jaish,
shun thashe e kahewun na saral, bahu ekalwayun lage chhe
kuwo betho aturtathi, warsi na eke panihari,
sankochatun marjadi jal bahu ekalwayun lage chhe
unalo laine khobaman jangal jangal bhatakya karawun,
be ankho tyan bhali shital, bahu ekalwayun lage chhe
khakhDawe khulasana rasta, shankana bhiDela darwaja,
sonsarwo chhe aa kolahal, bahu ekalwayun lage chhe

સ્રોત
- પુસ્તક : તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ... (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : હેમેન શાહ
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2003