aapne mitro nathi, thoDaghna parichit chhiye - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ

aapne mitro nathi, thoDaghna parichit chhiye

હેમેન શાહ હેમેન શાહ
આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ
હેમેન શાહ

આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ,

બેઉ કાં સરખું વિચારે વિષે વિસ્મિત છીએ.

હોય છે સઘળી ક્ષિતિજો ખુશનુમા આભાસ બસ,

કોણ કહે છે કે અમે દેહમાં સીમિત છીએ?

આપણે સહચર અરણ્યોના, પરંતુ હે સ્વજન!

કાં નિરંતર એકબીજાના વડે ભયભીત છીએ?

હું ને તું ક્યારે સમાનાર્થી બની શકશું કહે,

વ્યાકરણ જો માંડીએ તો સર્વદા વિપરીત છીએ.

રથ ગરે, વીંટી સરે, ખીલા ખૂંપે, ગોળી ચલે,

હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ.

સ્રોત

  • પુસ્તક : લાખ ટુકડા કાચના (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1998