jiwanthi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરિયાદ હોય જીવનથી;

જાતિ જાતી નથી કદી મનથી.

કૈંક ચીજો હજીય એવી છે,

જે ખરીદી શક્યો હું ધનથી.

હરિનું ઘર આમ હોય છે કેવું!

કેમ પૂછી શકાય હરિજનથી?

કોઈ કાળે છૂટી શકાતું ના,

વર્ણના એકમાત્ર બંધનથી.

રક્ત સાથે વેદના વ્હેતી,

જોઈ શકતો તું લોચનથી.

સ્રોત

  • પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012