thaii jashe khaatrii, kasotii chhe - Ghazals | RekhtaGujarati

થઈ જશે ખાતરી, કસોટી છે

thaii jashe khaatrii, kasotii chhe

આર. બી. રાઠોડ આર. બી. રાઠોડ
થઈ જશે ખાતરી, કસોટી છે
આર. બી. રાઠોડ

થઈ જશે ખાતરી, કસોટી છે,

જિંદગી આકરી કસોટી છે.

દર વખત એટલું વિચારું છું,

બસ હવે આખરી કસોટી છે.

એની પાછળ વ્યથા છુપાવું પણ,

હાસ્યની હાજરી, કસોટી છે.

ભાર માથે છે એની ટેવ રહી,

પગ તળે કાંકરી કસોટી છે.

દર્દમાં પણ મળે છે દાદ અહીં,

હાય! શાયરી, કસોટી છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ