રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝૂંટવી એના કરથી સુરા પી ગયો,
ખૂબ પીવાની આવી મઝા પી ગયો.
ઝૂમતાં, ઝૂમતાં એણે આપી સુરા,
ઝૂમતાં, ઝૂમતાં, ઝૂમતાં પી ગયો.
એમાં તારું શું બગડી ગયું ઓ ખુદા!
મારા ખર્ચે જો થોડી સુરા પી ગયો.
એક પણ પાંદડું હાલતું યે નથી,
કોઈ લાગે છે તરસ્યો હવા પી ગયો.
કઈ રીતે જાણ્યું ભાન રહેતું નથી,
સૌથી પહેલાં સુરા શું ખુદા પી ગયો?
એટલે ઝગમગે છે આ જીવન ‘જલન’,
જે મળી ધોઈને હું વ્યથા પી ગયો.
jhuntwi ena karthi sura pi gayo,
khoob piwani aawi majha pi gayo
jhumtan, jhumtan ene aapi sura,
jhumtan, jhumtan, jhumtan pi gayo
eman tarun shun bagDi gayun o khuda!
mara kharche jo thoDi sura pi gayo
ek pan pandaDun halatun ye nathi,
koi lage chhe tarasyo hawa pi gayo
kai rite janyun bhan rahetun nathi,
sauthi pahelan sura shun khuda pi gayo?
etle jhagamge chhe aa jiwan ‘jalan’,
je mali dhoine hun wyatha pi gayo
jhuntwi ena karthi sura pi gayo,
khoob piwani aawi majha pi gayo
jhumtan, jhumtan ene aapi sura,
jhumtan, jhumtan, jhumtan pi gayo
eman tarun shun bagDi gayun o khuda!
mara kharche jo thoDi sura pi gayo
ek pan pandaDun halatun ye nathi,
koi lage chhe tarasyo hawa pi gayo
kai rite janyun bhan rahetun nathi,
sauthi pahelan sura shun khuda pi gayo?
etle jhagamge chhe aa jiwan ‘jalan’,
je mali dhoine hun wyatha pi gayo
સ્રોત
- પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : જલન માતરી
- પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
- વર્ષ : 1984