na aaw kalpana, na wicharo na khwabman, - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં,

na aaw kalpana, na wicharo na khwabman,

મરીઝ મરીઝ
ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં,
મરીઝ

આવ કલ્પના, વિચારો ખ્વાબમાં,

તું પણ હવે જોઈએ તારા જવાબમાં.

સંગીતમાં છું સૂર, નશો છું શરાબમાં,

શબનમમાં હું રડું છું, હસું છું ગુલાબમાં.

ગરમી રહે છે સાંજ સુધી આફતાબમાં,

ઊતરી પડે છે રાતના મારા શરાબમાં.

બીજી છે એની શોભા કે ખાલી પડી રહે,

ફૂલો હો તો કંઈ ભરો ફૂલછાબમાં.

પીતો રહ્યો સૂરા કે બદનામ કોઈ હો,

લોકો કહે ખુવાર થયો છે શરાબમાં.

એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો,

જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં.

બે ચાર ફૂલ છે, છતાં મારી પસંદગી,

આખું ચમન સજાવી લીધું ફૂલછાબમાં.

જામી રહ્યો છે એમ અમારા પ્રણયનો રંગ,

ધીમી ગતિ જે હોય છે ખીલતા ગુલાબમાં.

માનવના તે ગુનાની સજા શું હશે ‘મરીઝ’,

જેનું નથી બયાન ખુદાની કિતાબમાં.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009