rang jewun hot sundar pot to jalsa paDat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત

rang jewun hot sundar pot to jalsa paDat

મધુસૂદન પટેલ મધુસૂદન પટેલ
રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત
મધુસૂદન પટેલ

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,

સ્હેજ એમાં મહેક જેવું હોત તો જલસા પડત.

તું મળી વાતનો આનંદ દિલમાં છે છે,

તેં જો કીધું હોત કે તું ગોત તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી બધાની જાણ છે,

હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,

જાણ કીધી હોત ને મોત તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,

સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

સ્રોત

  • પુસ્તક : શબ્દાલય (પ્રથમ અંક) (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સમાચાર શાંતિ પ્રકાશન