રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી.
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી! કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના! ન ટકી શકાય જીવન સુધી.
તે રાંકના છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી,
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની', તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
diwso judaina jay chhe, e jashe jarur milan sudhi
mane hath jhaline lai jashe, hwe shatruo ja swajan sudhi
na dhara sudhi, na gagan sudhi, nahi unnati, na patan sudhi
ahin aapne to jawun hatun, phakt ekmekna man sudhi
haji pathari na shakyun suman, parimal jagatna chaman sudhi,
na dharani hoy jo sanmati, mane lai jasho na gagan sudhi
chhe ajab prkarni jindgi! kaho ene pyarni jindgi,
na rahi shakay jiwya wina! na taki shakay jiwan sudhi
te rankna chho ratan saman, na malo he ashruo dhulman,
jo araj kabul ho aatli, to hridaythi jao nayan sudhi
tame rajranina cheer sam, ame rank narni chundDi,
tame be ghaDi raho ang par, ame sath daiye kaphan sudhi
jo hridayni aag wadhi ‘gani, to khud ishwre ja kripa kari,
koi shwas bandh kari gayun, ke pawan na jay agan sudhi

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004