રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકેમ સઘળા થઈ ગયા પથ્થરના દોસ્ત?!
જેમને ગણતા હતા ઈશ્વરના દોસ્ત,
એ સમયનો સાથ નહિ આપી શકે,
આ બધા તો છે ફક્ત પલભરના દોસ્ત.
ઘર તમારું જેમણે બાળી દીધું,
એ કદાચિત્ હો તમારા ઘરના દોસ્ત.
ઝણઝણાવે છે હૃદયના તારને,
યાદ આવે જે ક્ષણે અંતરના દોસ્ત.
ઝાંઝવાં પીને ઘણાંયે તૃપ્ત છે!
કેમ પ્યાસા છે હજી સાગરના દોસ્ત?
kem saghla thai gaya paththarna dost?!
jemne ganta hata ishwarna dost,
e samayno sath nahi aapi shake,
a badha to chhe phakt palabharna dost
ghar tamarun jemne bali didhun,
e kadachit ho tamara gharna dost
jhanajhnawe chhe hridayna tarne,
chad aawe je kshne antarna dost
jhanjhwan pine ghananye tript chhe!
kem pyasa chhe haji sagarna dost?
kem saghla thai gaya paththarna dost?!
jemne ganta hata ishwarna dost,
e samayno sath nahi aapi shake,
a badha to chhe phakt palabharna dost
ghar tamarun jemne bali didhun,
e kadachit ho tamara gharna dost
jhanajhnawe chhe hridayna tarne,
chad aawe je kshne antarna dost
jhanjhwan pine ghananye tript chhe!
kem pyasa chhe haji sagarna dost?
સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2008