રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહો વેગ કંઈક એવો વાસંતી વાયરામાં
એકાદ ફૂલ આવે ઊડીને પીંજરામાં.
બીજે તો ક્યાં વિતાવું રાતો ઉજાગરામાં?
બેસી ગયો છું જઈને તારાના ડાયરામાં
ઓ દિલ! કસર ન કોઈ રહી જાય સરભરામાં,
આવે છે એમને તો ઓછું જરા જરામાં.
બેચાર કંટકોના ડંખોની વાત ક્યાં છે?
ચાલ્યા છીએ અમે તો ઝાડી ને ઝાંખરામાં.
ઈશ્વરને કાજ આખા પથ્થરની શી જરૂરત?
એ તો વસી રહ્યો છે એકેક કાંકરામાં.
હું એકલો જ આજે ભટકી રહ્યો છું જગમાં,
એ તો બીજાની પાસે બેઠાં છે માયરામાં.
બેફામ શાયરીમાં ગુમ થઈ ગયા છે એવા,
મળશે અગર તો મળશે કોઈ મુશાયરામાં.
બેફામ મૂળમાં તો હું જીવ છું ગગનનો,
આ તો ભૂલો પડ્યો ને આવી ગયો ધરામાં.
બેફામ બંધ આંખે તું કેમ જોઈ શકશે?
બેઠા છે મારનારા પણ તારા ખરખરામાં.
ho weg kanik ewo wasanti wayraman
ekad phool aawe uDine pinjraman
bije to kyan witawun rato ujagraman?
besi gayo chhun jaine tarana Dayraman
o dil! kasar na koi rahi jay sarabhraman,
awe chhe emne to ochhun jara jaraman
bechar kantkona Dankhoni wat kyan chhe?
chalya chhiye ame to jhaDi ne jhankhraman
ishwarne kaj aakha paththarni shi jarurat?
e to wasi rahyo chhe ekek kankraman
hun eklo ja aaje bhatki rahyo chhun jagman,
e to bijani pase bethan chhe mayraman
bepham shayriman gum thai gaya chhe ewa,
malshe agar to malshe koi mushayraman
bepham mulman to hun jeew chhun gaganno,
a to bhulo paDyo ne aawi gayo dharaman
bepham bandh ankhe tun kem joi shakshe?
betha chhe marnara pan tara kharakhraman
ho weg kanik ewo wasanti wayraman
ekad phool aawe uDine pinjraman
bije to kyan witawun rato ujagraman?
besi gayo chhun jaine tarana Dayraman
o dil! kasar na koi rahi jay sarabhraman,
awe chhe emne to ochhun jara jaraman
bechar kantkona Dankhoni wat kyan chhe?
chalya chhiye ame to jhaDi ne jhankhraman
ishwarne kaj aakha paththarni shi jarurat?
e to wasi rahyo chhe ekek kankraman
hun eklo ja aaje bhatki rahyo chhun jagman,
e to bijani pase bethan chhe mayraman
bepham shayriman gum thai gaya chhe ewa,
malshe agar to malshe koi mushayraman
bepham mulman to hun jeew chhun gaganno,
a to bhulo paDyo ne aawi gayo dharaman
bepham bandh ankhe tun kem joi shakshe?
betha chhe marnara pan tara kharakhraman
સ્રોત
- પુસ્તક : પ્યાસ (પૃષ્ઠ ક્રમાંક 108)
- સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1994
- આવૃત્તિ : 3