રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાર્ગ મળશે હે હ્રદય તો મૂઝવણનું શું થશે?
ધાર કે મંઝિલ મળી ગઈ, તો ચરણનું શું થશે?
હાય રે ઝાકળની મજબૂરી, રડ્યું ઉદ્યાનમાં,
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે?
હું ભલે દીવાનગી ત્યાગીને ડાહ્યો થઇ ગયો,
આજ પર્યંત આચરેલા આચરણનું શું થશે?
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને,
આપણે થાશું સફળ તો દેવગણનુ શું થશે?
જૂઠી તો જૂઠી જ આશે જીવવા દેજો મને,
જૂજવાં મૃગજળ જતાં રહેશે તો રણનું શું થશે?
લાગણી સમ કો વહંતી વસ્તુને વળગ્યા પછી,
સાગરે તૃણને નથી ચિંતા, તરણનું શું થશે?
રૂઠવું કે રીઝવું એની મને કંઇ ગમ નથી,
ફળ હશે એ તો તમારા આચરણનું, શું થશે!
જ્યાં સમજ આવી તો હું સમજી પ્રથમ બોલ્યો ‘ગની’,
આજથી નિર્દોષ મારા બાળપણનું શું થશે!
marg malshe he hrday to mujhawananun shun thashe?
dhaar ke manjhil mali gai, to charananun shun thashe?
hay re jhakalni majburi, raDyun udyanman,
na wicharyun ramya aa watawarananun shun thashe?
hun bhale diwangi tyagine Dahyo thai gayo,
aj paryant achrela acharananun shun thashe?
kani dalilo na karo apradhio ishwar kane,
apne thashun saphal to dewagananu shun thashe?
juthi to juthi ja aashe jiwwa dejo mane,
jujwan mrigjal jatan raheshe to rananun shun thashe?
lagni sam ko wahanti wastune walagya pachhi,
sagre trinne nathi chinta, tarananun shun thashe?
ruthawun ke rijhawun eni mane kani gam nathi,
phal hashe e to tamara acharananun, shun thashe!
jyan samaj aawi to hun samji
pratham bolyo ‘gani’,
ajthi nirdosh mara balapananun shun thashe!

સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : જયંત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981