banda khudana chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બંદા ખુદાના છે

banda khudana chhe

જલન માતરી જલન માતરી
બંદા ખુદાના છે
જલન માતરી

સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,

મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?

ખુદા! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના,

કયામતમાં તારી રૂબરૂ ભેગા થવાના છે.

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,

ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?

સજા દેતો નથી પાપીઓને એટલા માટે,

મરીને જગતમાંથી બીજે ક્યાં જવાના છે?

ચલો રીતે તો કચરો થશે ઓછો ધરતીનો,

સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે!

તમે પણ દુશ્મનો ચાલો મારા સ્નેહીઓ સાથે,

કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે?

રહે છે આમ તો શયતાનના કબજા મહીં તો પણ,

‘જલન’ને પૂછશો તો કે’શે બંદા ખુદાના છે.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984