pegambar nathi - Ghazals | RekhtaGujarati

પેગમ્બર નથી

pegambar nathi

હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ
પેગમ્બર નથી
હર્ષ બ્રહ્મભટ્ટ

એમ ના સમજો નયન સધ્ધર નથી,

રાહ જોવાની હવે ઉંમર નથી!

એમને પણ કરે છે દંડવત્

જેમના પ્રત્યે કશો આદર નથી.

દ્વાર સુંદર જોઈને ઈર્ષ્યા કર,

એના દરવાજાની પાછળ ઘર નથી!

લોહી પડછાયાઓનું ઊકળી ઊઠ્યું,

વાદળે પૂછ્યું, ‘સૂરજ કાયર નથી?’

ગમે ત્યારે ગબડવાનો છે,

એના રસ્તામાં કોઈ ઠોકર નથી.

હું તો સમજણથી માલામાલ છું,

છે બધું પણ આપણી ખાતર નથી.

કેટલું વાતાવરણ પાવન છે ‘હર્ષ’,

નગરમાં સંત-પેગમ્બર નથી!

સ્રોત

  • પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2015