રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજો નથી ધરતી ઉપર તો ક્યાં તમારું ઘર હશે?
એમ તો શેં માનવું કે આભમાં પથ્થર હશે!
ઓળખી શકશો મને આવીશ તો સહેલાઈથી,
તાજ કાંટાનો જગત્-જંજાળનો બિસ્તર હશે!
હો સ્વજન લોભાઈ જા, હો બે-કદર તો દૂર થા,
આટલાં છે બા'ર અશ્રુ, કેટલાં અંદર હશે!
વંચનામય એ ધ્વનિ આવ્યો, હૃદય થંભી ગયું,
કાં હશે મારું મરણ, કાં એમનાં ઝાંઝર હશે!
ફૂલ માની ભેટવા ચાલ્યો, ગયો વીંધાઈ હું,
એ ખબર નો'તી કટારો આટલી સુંદર હશે!
પ્રેમનો અર્ણવ ભર્યો આ દેહની મટકી મહીં,
ઢૂંઢતો એને ફરું છું કોણ કીમિયાગર હશે!
રોજ રંગોળી નવી મારા હૃદયમાં જોઉં છું,
એટલે માનું છું એમાં એમની હરફર હશે!
કુંજ-કુંજે આથડે છે મન હવે રાધા બની,
પૂર્ણ છે વિશ્વાસ એને ક્યાંક બંસીધર હશે!
અંચળો અજ્ઞાનનો ઓઢી ‘જટિલ' રડતું રહ્યું,
બિન્દુએ જાણ્યું નહીં કે એ સ્વયં સાગર હશે!
jo nathi dharti upar to kyan tamarun ghar hashe?
em to shen manawun ke abhman paththar hashe!
olkhi shaksho mane awish to sahelaithi,
taj kantano jagat janjalno bistar hashe!
ho swajan lobhai ja, ho be kadar to door tha,
atlan chhe bara ashru, ketlan andar hashe!
wanchnamay e dhwani aawyo, hriday thambhi gayun,
kan hashe marun maran, kan emnan jhanjhar hashe!
phool mani bhetwa chalyo, gayo windhai hun,
e khabar noti kataro aatli sundar hashe!
premno arnaw bharyo aa dehani matki mahin,
DhunDhto ene pharun chhun kon kimiyagar hashe!
roj rangoli nawi mara hridayman joun chhun,
etle manun chhun eman emni harphar hashe!
kunj kunje athDe chhe man hwe radha bani,
poorn chhe wishwas ene kyank bansidhar hashe!
anchlo agyanno oDhi ‘jatil raDatun rahyun,
bindue janyun nahin ke e swayan sagar hashe!

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 100)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4