હૃદયના શુદ્ધ પ્રેમીને
hridayna sudhdh premi ne
પ્રભુલાલ દ્વિવેદી
Prabhulal Dwivedi

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
તરી જાવું બહુ સહેલું છે મૂશકીલ ડૂબવું જેમાં
એ નિર્મળ રસ સરિતાથી ગંગા સ્નાન ઓછાં છે.
પ્રણય કલહે વહે આંસુ ચૂમે ચાંપી હૃદય સ્વામિન્
અરે, એ એક પણ માટે, જીવનનાં દાન ઓછાં છે.



સ્રોત
- પુસ્તક : બોરસલ્લી (પૃષ્ઠ ક્રમાંક 21)
- સર્જક : પ્રભુલાલ દ્વિવેદી
- પ્રકાશક : કાર્તિક આર. ત્રિપાઠી
- વર્ષ : 2001
- આવૃત્તિ : બીજી આવૃત્તિ