malawun ho to anakani nahi karwani - Ghazals | RekhtaGujarati

મળવું હો તો આનાકાની નહિ કરવાની

malawun ho to anakani nahi karwani

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
મળવું હો તો આનાકાની નહિ કરવાની
ખલીલ ધનતેજવી

મળવું હો તો આનાકાની નહિ કરવાની,

આમ મહોબત છાનીમાની નહિ કરવાની.

આગનું કારણ ચિનગારીને પૂછી આવો,

ખાલીખોટી વાત હવાની નહિ કરવાની.

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની,

કોઈ રૂમાલે કોઈ નિશાની નહિ કરવાની.

ગઝલબઝલ તો ભલે લખો પણ મારી માફક,

આખી બરબાદ જવાની નહિ કરવાની.

જરૂર પડે તો ખલીલ, માથું દઈ દેવાનું,

મિત્રતામાં પાછી પાની નહિ કરવાની.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008