હતો નિશ્ચિત ક્યાં અજવાશ દરેક ઘર માટે
hato nishchit kyaan ajvash darek ghar maate
દુષ્યંત કુમાર
Dushyant Kumar
હતો નિશ્ચિત ક્યાં અજવાશ દરેક ઘર માટે
hato nishchit kyaan ajvash darek ghar maate
દુષ્યંત કુમાર
Dushyant Kumar
દુષ્યંત કુમાર
Dushyant Kumar
હતો નિશ્ચિત ક્યાં અજવાશ દરેક ઘર માટે
કે દીપ પણ નથી ઉપલબ્ધ જ્યાં નગર માટે
અહીં તો વૃક્ષની છાયામાં ધૂપ લાગે છે
કે ચાલો અહીંયાંથી બીજે જ જીવનભર માટે
ખમીસ નહીં મળે તો પેટ ઢાંકશે પગથી
એ લોકો કેટલા લાયક છે આ સફર માટે
ખુદા નથી તો ભલે આદમીનું સ્વપ્ન તો છે
કે દૃશ્ય કોઈ તો સુંદર છે આ નજર માટે
છે તેઓ શાંત કે પથ્થર નથી પીગળી શકતો
હું બેકરાર છું અવાજમાં અસર માટે
જીવ્યા તો ખુદના બગીચામાં ગુલમહોર નીચે
મર્યા તો અન્યની ગલીઓમાં ગુલમહોર માટે
(અનુ. હનીફ સાહિલ)
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑક્ટોબર, ૧૯૮૧ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
