હોઠો પર તારું નામ હતું, હૈયામાં તારી યાદ હતી,
લે, તું જ કહે ઉજડેલી મુજ દુનિયા કેવી આબાદ હતી!
એ પુષ્પ તણી કળીઓ જાણે કે મોટા ઘરની વહુવારુ,
ધીમું ધીમું હસવું-વદવું, શી લાજ હતી, મરજાદ હતી!
પાંપણના દ્વારે લાવીને એ ધોધ, નયન ગૂંચવાઈ ગયાં,
ઝીલનારનો પાલવ ટૂંકો છે, એ અશ્રુની ફરિયાદ હતી.
એ છાની છાની ગૂફતેગો ચોરે ને ચૌટે પહોંચી ગઈ,
ના પુષ્પ-ભ્રમરને ખ્યાલ રહ્યો વાયુની લહર ઉસ્તાદ હતી.
શબ્દોમાં થોડો ફેર હતો પણ સાર હતો સૌનો એક જ,
દુનિયાના સઘળા મજહબની બસ ઇશ્ક ઉપર બુનિયાદ હતી.
લે, જાતાં જાતાં આપી દઉં અહેવાલ હું આખા જીવનનો,
આ લાંબા લાંબા જીવનમાં જીવવાની પળ એકાદ હતી!
બસ તે જ ગઝલ રચવા માટે હરરોજ મને પ્રેરી રહી’તી,
મહેફિલના ખૂણેથી મળતી જે મૌન નજરની દાદ હતી!
‘દિલહર’ ક્યારેય વ્યથાઓએ હૈયાનો પીછો ના છોડ્યો,
કારણ કે મુજને અંત લગી મેળાપની ઘડીઓ યાદ હતી.
hotho par tarun nam hatun, haiyaman tari yaad hati,
le, tun ja kahe ujDeli muj duniya kewi abad hati!
e pushp tani kalio jane ke mota gharni wahuwaru,
dhimun dhimun haswun wadawun, shi laj hati, marjad hati!
pampanna dware lawine e dhodh, nayan gunchwai gayan,
jhilnarno palaw tunko chhe, e ashruni phariyad hati
e chhani chhani guphtego chore ne chaute pahonchi gai,
na pushp bhramarne khyal rahyo wayuni lahr ustad hati
shabdoman thoDo pher hato pan sar hato sauno ek ja,
duniyana saghla majahabni bas ishk upar buniyad hati
le, jatan jatan aapi daun ahewal hun aakha jiwanno,
a lamba lamba jiwanman jiwwani pal ekad hati!
bas te ja gajhal rachwa mate harroj mane preri rahi’ti,
mahephilna khunethi malti je maun najarni dad hati!
‘dilhar’ kyarey wyathaoe haiyano pichho na chhoDyo,
karan ke mujne ant lagi melapni ghaDio yaad hati

સ્રોત
- પુસ્તક : ધન્ય છે તમને (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : ભરત વિંઝુડા
- પ્રકાશક : રૂપાયતન, જૂનાગઢ
- વર્ષ : 2025