hun tari najarthi chhuti jaun to? - Ghazals | RekhtaGujarati

હું તારી નજરથી છૂટી જાઉં તો?

hun tari najarthi chhuti jaun to?

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
હું તારી નજરથી છૂટી જાઉં તો?
મણિલાલ દેસાઈ

હું તારી નજરથી છૂટી જાઉં તો?

ને તારો બનીને તૂટી જાઉં તો?

હવે ક્યાં સુધી ચાલવું રીતે-

હું રસ્તો બનીને ખૂટી જાઉં તો?

મેં હૈયાને જોયું છે સહરા સમું-

મૃગજળ બનીને ઊડી જાઉં તો?

અંધારું લાગે હ્રદયના સમું-

હું સૂરજ બનીને ફૂટી જાઉં તો?

ઊગું છું કમળ થઈને હર શ્વાસમાં.

કહે દેવકન્યા –‘ચૂંટી જાઉં તો?'

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2