diwasli chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીવાસળી છે

diwasli chhe

દિલીપ વ્યાસ દિલીપ વ્યાસ
દીવાસળી છે
દિલીપ વ્યાસ

કેમ હલચલ આમ મારામાં મચી છે?

કયાં ગઝલ સાથે તને સરખાવવી છે

માફ કરજે, નામ તારું હું લખી લઉં

ખૂબ ભયમાં આજ મારી ડાયરી છે

દૃશ્યની નાદાની સમજી દૃશ્ય પાસે

આંખ બેઉ સો વખત મેં મોકલી છે

હું બન્યો છું, એક ભાંગેલુ હડપ્પા

ખેર, તારી વાત કર, તું શું બની છે?

જો તું છાતીમાં ઘસે તો સળગે

મારી વાત પણ અજબ દીવાસળી છે

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લીકેશન
  • વર્ષ : 1983