wayune hamphawwa bal na kare - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાયુને હંફાવવા બળ ના કરે

wayune hamphawwa bal na kare

ચિનુ મોદી ચિનુ મોદી
વાયુને હંફાવવા બળ ના કરે
ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે

સુગંધી છે કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડ્યાની બીકથી

જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે

ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી

ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઇર્શાદ’

ના ગમે તો વાત આગળ ના કરે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012