gum - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ

ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ

ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં

મારામાં કોઈ થઈ ગયું છે આરપાર ગુમ

ભુલભુલામણી છે પુરાતન મહેલની

અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ

પાદરના પથ્થરોને હજુ યે પૂછ્યા કરું

કે ક્યાં થઈ ગયો છે ઘોડેસવાર ગુમ

દેખાય જો મને તો સલામત રહે નહીં

તેથી થઈ ગયો છે પરવરદિગાર ગુમ

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લીકેશન
  • વર્ષ : 1983