hoi shakwane name sambhaw chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હોઈ શકવાને નામે સમ્ભવ છે

hoi shakwane name sambhaw chhe

અદમ ટંકારવી અદમ ટંકારવી
હોઈ શકવાને નામે સમ્ભવ છે
અદમ ટંકારવી

હોઈ શકવાને નામે સમ્ભવ છે

આમ હોવાપણું અવઢવ છે

હ્રસ્વ અને માથે મીંડું

મારી ભાષાનો વૈભવ છે

એને ઉલ્લેખવાની રીત હજાર

ક્યાંક છે બાંગ ક્યાંક કલરવ છે

મારો પ્રસ્તાર છે ભવભવ જેવો

એક ઈશારાનું તારું લાઘવ છે

ગલીમાં થઈ આગળ જઈએ

શેરીઓમાં તો ખૂબ કાદવ છે

ખુશી એમની દયા છે અદમ

એમની યાદનો ઉત્સવ છે

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014