ghat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પરાપૂર્વથી એક ઘેટું ઘટે છે,

ગણી જો, હજી એક ઘેટું ઘટે છે.

વિચારી-વિચારી થયા વૃદ્ધ લોકો,

વિચાર્યું કદી : એક ઘેટું ઘટે છે?

સદી-દર-સદી થાય સંખ્યા-ગણતરી,

સદી-દર-સદી એક ઘેટું ઘટે છે.

ઝળેળાટ સૂરજ, સુગંધી પવન છે,

વહે છે નદી, એક ઘેટું ઘટે છે.

વારણ-નિવારણ, કારણ-પ્રયોજન,

ખુલાસો નથી, એક ઘેટું ઘટે છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ