durno diwo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દૂરનો દીવો

durno diwo

અરવિંદ ભટ્ટ અરવિંદ ભટ્ટ
દૂરનો દીવો
અરવિંદ ભટ્ટ

ઓગળી જાતી અહીં અંધારમાં

દૂરનો દીવો ચીંઘે તે આંગળી

કોણ કોને માર્ગ આપે શી ખબર

કે અહીં બે કેડીઓ સામે મળી

એક ઘેટું ટાઢથી થરથર થતું.

જોયા કરે ભરવાડ પાસે કામળી

આજ ખંડેરમાં જીવતી જડી

ઘર તજી ચાલી ગયેલી પાંસળી

સ્રોત

  • પુસ્તક : એક પીંછું મોરનું (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : અરવિંદ ભટ્ટ
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1995