—to kahu - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લો કરું કોશિશ ને ફાવે તો કહું,

શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,

ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,

કોઈ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,

એકદમ નજદીક આવે તો કહું!

કોઈને કહેવું નથી, એવું નથી,

સ્હેજ તૈયારી બતાવે તો કહું!

સ્રોત

  • પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022