રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી,
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.
ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી,
તને પણ પાછા ફરતાં એક મુદ્દત નામાબર લાગી.
હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો,
અને શંકા કદી લાગી તો એ તારી ઉપર લાગી.
ઘણાં વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે.
જે મેંહદી હાથ ને પગ પર હતી તે કેશ પર લાગી.
ન મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી,
મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.
ઝરણ સુકાઈને આ રીતથી મૃગજળ બની જાએ?
મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.
હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો,
કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.
બધા સુખદ અને દુઃખદ પ્રસંગોને પચાવ્યા છે,
પછી આ આખી દુનિયા મારું દિલ લાગી, જીગર લાગી.
અચલ ઇનકાર છે એનો ‘મરીઝ’ એમાં નવું શું છે?
મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી
phakt e karne dilman wyatha aakhi unmar lagi,
ke mari badansibithi mane aasha amar lagi
ghaDibharman tane pan eni sangatni asar lagi,
tane pan pachha phartan ek muddat namabar lagi
hato e prem ke wishwas pan tari upar aawyo,
ane shanka kadi lagi to e tari upar lagi
ghanan warso pachhi aawya chho eno e purawo chhe
je meinhdi hath ne pag par hati te kesh par lagi
na mein parwa kari teniy ene nondh na lidhi,
mane to aakhi duniya mara jewi bekadar lagi
jharan sukaine aa ritthi mrigjal bani jaye?
mane lage chhe ene koi pyasani najar lagi
hwe ewun kahine marun dukha shane wadharo chho,
ke aakhi jindgi phiki mane tara wagar lagi
badha sukhad ane dukhad prsangone pachawya chhe,
pachhi aa aakhi duniya marun dil lagi, jigar lagi
achal inkar chhe eno ‘marijh’ eman nawun shun chhe?
mane pan magni mari aDag lagi, aphar lagi

સ્રોત
- પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2009