રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપડખુંયે ફરવાનો હક છીનવી લેવાયો
ત્યાર પછી હું પાયાનો પથ્થર કહેવાયો
જાત પીસવા જાત જોતરી ચાલ્યા કરવું
કોઠે પડતું ગયું બધું ને હું ટેવાયો
કોણ રમે આ બાળક જેવું? કોના હાથે?
વારે વારે લખી લખીને હું છેકાયો.
એક આવરણ સતત રહે છે ચારે બાજુ
ના માળો, ના હૂંફ, હજુયે ક્યાં સેવાયો?
paDkhunye pharwano hak chhinwi lewayo
tyar pachhi hun payano paththar kahewayo
jat piswa jat jotri chalya karawun
kothe paDatun gayun badhun ne hun tewayo
kon rame aa balak jewun? kona hathe?
ware ware lakhi lakhine hun chhekayo
ek awran satat rahe chhe chare baju
na malo, na hoomph, hajuye kyan sewayo?
paDkhunye pharwano hak chhinwi lewayo
tyar pachhi hun payano paththar kahewayo
jat piswa jat jotri chalya karawun
kothe paDatun gayun badhun ne hun tewayo
kon rame aa balak jewun? kona hathe?
ware ware lakhi lakhine hun chhekayo
ek awran satat rahe chhe chare baju
na malo, na hoomph, hajuye kyan sewayo?
સ્રોત
- પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : યોસેફ મૅકવાન
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
- વર્ષ : 2007