ghar to tarathi kharekhar ghar thayun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘર તો તારાથી ખરેખર ઘર થયું

ghar to tarathi kharekhar ghar thayun

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
ઘર તો તારાથી ખરેખર ઘર થયું
ખલીલ ધનતેજવી

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,

તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,

પછી અજવાળું મુઠ્ઠીભર થયું,

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,

જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે, ખલીલ!

કટકે-કટકે પૂરું જીવતર થયું.

સ્રોત

  • પુસ્તક : મારાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ- જુનાગઢ
  • વર્ષ : 2019