ghar naathii hotaa. kadiiye ghar badhaan - Ghazals | RekhtaGujarati

ઘર નથી હોતાં કદીયે ઘર બધાં

ghar naathii hotaa. kadiiye ghar badhaan

હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ
ઘર નથી હોતાં કદીયે ઘર બધાં
હર્ષ બ્રહ્મભટ્ટ

ઘર નથી હોતાં કદીયે ઘર બધાં,

કેમ હો અવસર પછી અવસર બધા?

માળીનું સપનું છે ફૂલો વિશે,

એકબીજાનો કરે આદર બધા!

બે ટકાનો પ્રેમ લેશો કોઈનો,

સો ટકાનું માંગશે વળતર બધા.

એક પણ પળ ત્યાં તું રોકાતો નહીં,

જે નગરમાં લાગતા સુંદર બધા.

પ્રશ્નરૂપી અંત પામ્યા આખરે

જોઈતા’તા એમને ઉત્તર બધા!

મોત, હું માણસ છું સીધી લીટીનો,

આવજે તું છોડીને ચક્કર બધાં.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન