ગમતી'તી જે મજા તે ત્યાગી તો કેવી ત્યાગી!
gamtii'tii je maja te tyaagii to kevii tyaagii
અશરફ ડબાવાલા
Ashraf Dabawala
ગમતી'તી જે મજા તે ત્યાગી તો કેવી ત્યાગી!
gamtii'tii je maja te tyaagii to kevii tyaagii
અશરફ ડબાવાલા
Ashraf Dabawala
અશરફ ડબાવાલા
Ashraf Dabawala
ગમતી'તી જે મજા તે ત્યાગી તો કેવી ત્યાગી!
સરખાઈ મારા મનમાં આવી તો કેવી આવી!
ખોલી શકે બધું ને વાસી શકે ના કંઈ પણ,
આપી છે અમને એણે ચાવી તો કેવી ચાવી!
ના સાવ રહી અલગ કે ના સાવ પાસપાસે,
ચાલી છે જિંદગી પણ આડી તો કેવી આડી!
એ વાર કરવા ટાણે બે હાથ જોડી બેઠો,
કાતિલે થાપ અમને આપી તો કેવી આપી!
ભીંતોથી હું હણાયો, પૂજાયો ચાર ખૂણે,
ખોડાઈ ઘરમાં મારી ખાંભી તો કેવી ખાંભી.
હંમેશ માટે નહિતર એક કોયડો હતી એ,
મૃત્યુની પળને છેવટ સાંખી તો કેવી સાંખી!
અંદર સમાતી નહોતી, લખતાં લખાતી નહોતી,
તો પણ ગઝલને અશરફ! છાપી તો કેવી છાપી!
સ્રોત
- પુસ્તક : વાણીપત (પૃષ્ઠ ક્રમાંક 73)
- સર્જક : અશરફ ડબાવાલા
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2012
