gam padar ane nadi lai gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગામ પાદર અને નદી લઈ ગઈ

gam padar ane nadi lai gai

અદમ ટંકારવી અદમ ટંકારવી
ગામ પાદર અને નદી લઈ ગઈ
અદમ ટંકારવી

ગામ પાદર અને નદી લઈ ગઈ

ચૉક સાથે ચાંદની લઈ ગઈ

આપણા હાથમાં ચિચૂકો રહ્યો

છોકરી બધી આંબલી લઈ ગઈ

મારું દફતર ઉઘાડી એક પરી

પેન પાટી ને ચોપડી લઈ ગઈ

એક-બે વાત કાલીઘેલી કરી

કોરા કાગળ ઉપર સહી લઈ ગઈ

નીકળી ટી.વી.માંથી એક લલના

ઝૂંટવીને શાયરી લઈ ગઈ

જવું નો'તું મુશાયરામાં અદમ

ગઝલ જીદ કરી કરી લઈ ગઈ

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014