roshni na mali - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રોશની ન મળી

roshni na mali

નૂરી નૂરી
રોશની ન મળી
નૂરી

અમે જે કલ્પી હતી એવી જિંદગી મળી,

બધી જગાએ દુનિયામાં લાગણી મળી.

ઘરની વાત જવા દો, ઘર મળે ક્યાંથી?

કે જેની શોધ હતી મને ગલી મળી!

કરી ગયા અમે રસ્તો પસાર અંધારે,

જરૂર અમને પડી ત્યારે રોશની મળી.

ખીલી ઊઠે છે તો થઈ છે આકર્ષક,

અહીં તો સાદી કળીમાંય સાદગી મળી.

જીવન તો પ્રેમમાં પૂરું થઈ ગયું, ‘નૂરી’!

અને આંખ પરસ્પર હજુ લગી મળી!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4