gajhal thumri - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગઝલ ઠુમરી

gajhal thumri

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
ગઝલ ઠુમરી
નયન હ. દેસાઈ

ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યો આયે બાલમ;

કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યો આયો ના બાલમ.

ચાર દીવાલોની બગિયામાં ઝૂલત એકલતાનો ઝૂલો;

બાબુલ મોરા સૂખી ડારન પે ફૂલ લગાવ્યો આયે બાલમ.

આંખ હમારી ટપટપ ચૂઈ લૈ ઔર બજી ઊઠે છે પાંપણ;

સાંજ કરૈ કા? સૂર ના અજહૂ સમ પર આવ્યો આયે બાલમ.

સંગ હમારે પડછાયો ખેલત હૈ રમ તો ઊબ ગઈ સજની;

ઈક ઈક પલ દસ્તકસે હમને દાવ લગાવ્યો આયે બાલમ.

સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;

છતપૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યો આયે બાલમ.

શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાપ હૂઈ હૈયા પર;

ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યો આયે બાલમ.

સ્રોત

  • પુસ્તક : મુકામ પોસ્ટ માણસ
  • સર્જક : નયન દેસાઈ
  • પ્રકાશક : તન્વી પ્રકાશન