mein je gumawyun te aa phulone mali gayun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું

mein je gumawyun te aa phulone mali gayun

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું
મુકુલ ચોક્સી

મેં જે ગુમાવ્યું તે ફૂલોને મળી ગયું,

ઉન્માદ! સૌ સુગંધનું સાટું વળી ગયું.

સપનું શરમનું માર્યું લપાઈને જેમતેમ,

અડધે સુધી ગયું અને પાછું વળી ગયું.

બાકીની હું રહીને અવિચળ કરું શું?

તૃષ્ણાથી તન ને મહેક થકી મન ચળી ગયું.

લખલૂટ પીને પણ જરીકે લળ્યું કોઈ,

કોઈ પીવાની વાત થતામાં ઢળી ગયું.

ઉન્માદ! મન તૂટી ગયું હોતે તો ઠીક થાત,

તૂટ્યું નહીં ને એટલે વાંકુ વળી ગયું.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001