gayan warsho hwe awyan ane aghat chale chhe - Ghazals | RekhtaGujarati

ગયાં વર્ષો હવે આવ્યાં-અને આઘાત ચાલે છે

gayan warsho hwe awyan ane aghat chale chhe

મનહર મોદી મનહર મોદી
ગયાં વર્ષો હવે આવ્યાં-અને આઘાત ચાલે છે
મનહર મોદી

ગયાં વર્ષો હવે આવ્યાં-અને આઘાત ચાલે છે

સવારે કોણ જાણે કેમ એવી વાત ચાલે છે

ઘણી વેળા મને થઈ જાય કે મારા ઉપર પડશે

અચાનક આંખમાં ઊગીને કેવી રાત ચાલે છે!

બને તો એમને કહેજો કે ખુશબો મ્યાનમાં રાખે

બગીચામાં બધાં ફૂલોની હમણાં ઘાત ચાલે છે

હકીકતના બધા દરવાજા તાળું શોધવા લાગ્યા

કોઈ ઊંઘી ગયું છે એનો પ્રત્યાઘાત ચાલે છે

સમયનું નામ મુઠ્ઠી હોય તો ખોલવી પડશે

–અને ઘડિયાળમાં કાંટા દિવસ ને રાત ચાલે છે

સ્રોત

  • પુસ્તક : દરિયા (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : મનહર મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)