ful je aapyu nathi... - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂલ જે આપ્યું નથી...

ful je aapyu nathi...

હરેશ 'તથાગત' હરેશ 'તથાગત'
ફૂલ જે આપ્યું નથી...
હરેશ 'તથાગત'

પત્ર જેવી એક ઇચ્છા બાળવાનું મન થયું,

ફૂલ જે આપ્યું નથી માગવાનું મન થયું!

નામ મારું સાવ એના નામની પડખે લખી,

કોણ જાણે કેમ અમથું ભૂંસવાનું મન થયું.

અંધને આંખો મળે રીતથી મળ્યાં તમે,

ચાંદ બદલે આજ તમને તાકવાનું મન થયું.

હોંઠથી કે’વું હતું તે આંખથી બોલી દઈ,

મ્હેકથી એને પવનમાં ઘૂંટવાનું મન થયું.

બંસરીના સૂર પ્હેરી ખૂલતાં પંખીગળે,

ફૂલ વેણીમાં હતું તે માગવાનું મન થયું.

સ્રોત

  • પુસ્તક : અલબત્ત... (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : હરેશ ‘તથાગત’
  • પ્રકાશક : જ્યુમિરા સ્મૃતિ સંસ્થાન
  • વર્ષ : 1990