મૌનથી આગળ તને હું શું કહું
Maunthi aagal tane hu shu kahu
સંદીપ ભાટિયા
Sandip Bhatiya

મૌનથી આગળ તને હું શું કહું
શબ્દના પુદ્ગળ તને હું શું કહું
હું મથું જ્યારે મને પણ ભૂલવા
તું લખે કાગળ તને હું શું કહું
તું જ મુજરામાં લચકતો મોગરો
તું જ તુલસીદળ તને હું શું કહું
સાત સાગર પારના કો લોકમાં
ક્યાં વસે અટકળ તને હું શું કહું
તું કરે ફરિયાદ આ ઝરમર તણી
તું જ છો વાદળ તને હું શું કહું



સ્રોત
- પુસ્તક : કાચનદીને પેલે કાંઠે (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : સંદીપ ભાટિયા
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008