kinara kani nathi kaheta - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કિનારા કંઈ નથી કહેતા

kinara kani nathi kaheta

સાલિક પોપટિયા સાલિક પોપટિયા
કિનારા કંઈ નથી કહેતા
સાલિક પોપટિયા

ફિઝાં ખામોશ છે જાણે નઝારા કંઈ નથી કહેતા,

જિગર બેચેન છે તોયે સિતારા કંઈ નથી કહેતા.

સફરમાં પણ દિલાસો એટલો અમને નથી મળતો,

છે મંજિલ કેટલી છેટે, ઉતારા કંઈ નથી કહેતા.

વમળ કેરી થપાટોએ ફગાવાઈ છે આરે, પણ-

અમારી નાવ ક્યાં ડૂબી, કિનારા કંઈ નથી કહેતા.

જીવનની અલ્પતાનો મર્મ પામી જાત સૌ કિંતુ,

ઉઘાડા હાથ લઈ જગથી કંઈ નથી કહેતા.

પ્રણયમાં હોય ના ફરિયાદ ‘સાલિક' જો પતંગોને,

જીવન બાળી, શમાને ભેટનારા કંઈ નથી કહેતા.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4