ek shikayat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક શિકાયત

ek shikayat

રિષભ મહેતા રિષભ મહેતા
એક શિકાયત
રિષભ મહેતા

કામના દીધી બગીચાની મને,

એક પણ દીધી ફૂલદાની મને.

શ્વાસ લેવાની રજા આપે છતાં

ક્યાં અદા તું દે છે જીવવાની મને?

વ્યક્ત પૂરો થઈ શકું છું ક્યાં કદી?

આવડી ભાષા કહે ક્યાંની મને?

મારા વશમાં જરા રહેતા નથી,

સાંપડ્યા છે શબ્દ તોફાની મને.

માર્ગ કાંટાળો કર્યો પહેલાં, પછી

ફૂલના જેવી દીધી પ્હાની મને.

સાંજ ભોંકાયે છે મારા શ્વાસમાં,

ક્યાં કમી છે બાણશય્યાની મને?!

તું હણે મારી હયાતી હર ક્ષણે

ને સમજ પણ દે છે હોવાની મને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2000 (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ધીરેન્દ્ર મહેતા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2003