chinta karwani mein chhoDi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચિંતા કરવાની મેં છોડી

chinta karwani mein chhoDi

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
ચિંતા કરવાની મેં છોડી
ભાવેશ ભટ્ટ

ચિંતા કરવાની મેં છોડી,

જેવું પાણી એવી હોડી.

ચોક્કસ ઘટના જેવો છું હું,

તું આવે છે વ્હેલી મોડી.

બારી એવાં દૃશ્ય બતાવે,

ભીંતો કરતી જીભાજોડી.

ટુકડા શોધું અજવાળાનાં,

કોણે મારી સવાર તોડી?

એક જનમની વાત નથી આ,

કાયમની છે માથાફોડી.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006