રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો
amuk wato hridayni ba’ra hun lawi nathi shakto
અમુક વાતો હૃદયની બા’ર હું લાવી નથી શકતો;
કંઈ અશ્રુઓ એવાં છે કે ટપકાવી નથી શકતો.
કોઈની રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો;
પડી છે બેડીઓ એવી કે ખખડાવી નથી શકતો.
કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો;
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.
કોઈ પણ દૃશ્યથી દિલને હું બહેલાવી નથી શકતો;
હજારો રંગ છે પણ રંગમાં આવી નથી શકતો.
ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયું કોઈ!
હું સમજું છું છતાં શબ્દોમાં સમજાવી નથી શકતો.
ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે!
ઊમટતાં જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.
નિરંતર પાય છે કોઈ નિરંતર પીઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.
નથી સમજાતું આ છે મનની નિર્બલતા કે પરવશતા!
કદી પીધા વિના હું રંગમાં આવી નથી શકતો.
મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.
જીવન હો કે મરણ હો, કોઈ હો, એને કહી દે દિલ!
કે ‘ઘાયલ’ પી રહ્યો છે જાવ, એ આવી નથી શકતો.
amuk wato hridayni ba’ra hun lawi nathi shakto;
kani ashruo ewan chhe ke tapkawi nathi shakto
koini raw ke phariyad sambhlawi nathi shakto;
paDi chhe beDio ewi ke khakhDawi nathi shakto
kali urni hun wiksawi ke karmawi nathi shakto;
jiwan pami nathi shakto, maran lawi nathi shakto
koi pan drishythi dilne hun bahelawi nathi shakto;
hajaro rang chhe pan rangman aawi nathi shakto
na jane sanman shi wat samjawi gayun koi!
hun samajun chhun chhatan shabdoman samjawi nathi shakto
na raDwani kasam upar kasam e jay chhe apye!
umattan jay chhe ashru, hun atkawi nathi shakto
nirantar pay chhe koi nirantar piun chhun madira,
parantu jam sathe jam takrawi nathi shakto
nathi samjatun aa chhe manni nirbalta ke parwashta!
kadi pidha wina hun rangman aawi nathi shakto
musibat manhe khuddari musibatni musibat chhe,
duao hoth par chhe, hath lambawi nathi shakto
jiwan ho ke maran ho, koi ho, ene kahi de dil!
ke ‘ghayal’ pi rahyo chhe jaw, e aawi nathi shakto

સ્રોત
- પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2004