gharman ewan ko’ka diwas choghaDiyan aawe - Ghazals | RekhtaGujarati

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે

gharman ewan ko’ka diwas choghaDiyan aawe

અશરફ ડબાવાલા અશરફ ડબાવાલા
ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે
અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,

ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;

એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોશ નથી, પણ

ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને

મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો;

પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

સ્રોત

  • પુસ્તક : ધબકારાનો વારસ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : અશરફ ડબાવાલા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : (પુનર્મુદ્રણ)