emnan darshan kari laun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમનાં દર્શન કરી લઉં છું

emnan darshan kari laun chhun

નૂરી નૂરી
એમનાં દર્શન કરી લઉં છું
નૂરી

હું શિષ્ટાચારનું આજે તો ઉલ્લંઘન કરી લઉં છું,

ગમે એવું પ્રણયમાં તેને સંબોધન કરી લઉં છું.

નિરાળી રીત છે, દિલ! અહીં દુનિયાને જોવાની,

મળે છે મિત્ર મુજને કોઈ, તો દુશ્મન કરી લઉં છું.

મને ડર છે, મારી બદનસીબીના રઝળવાનો,

નહિતર ભાગ્યનું તો ખુદ હું સંચાલન કરી લઉં છું!

તને કંઈ મારી મજબૂરીનું મળશે માપ પરથી,

મળી ના જોઈતી વસ્તુ તો મોટું મન કરી લઉં છું.

મને મારી સફળતાનું કોઈ ધોરણ નહીં પૂછો,

વખત પર હાથ આવે, એને હું સાધન કરી લઉં છું.

ફિદા છું મારી મંજિલના બધા મૂંગા સહારા પર,

મળે છે માર્ગમાં પગલાં તો હું વંદન કરી લઉં છું.

નજર લાગી જવાનો જેમને ડર હોય છે, ‘નૂરી’!

હું બંધ આંખો કરીને એમનાં દર્શન કરી લઉં છું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4