warsho pachhithi wat kari ey amtem - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વર્ષો પછીથી વાત કરી એય આમતેમ

warsho pachhithi wat kari ey amtem

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
વર્ષો પછીથી વાત કરી એય આમતેમ
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

વર્ષો પછીથી વાત કરી એય આમતેમ,

એકેક પળ અમૂલી સરી એય આમ તેમ.

સઘળું તો યાદ હુંય કરાવી શક્યો નહીં,

એણેય સ્મૃતિ તાજી કરી એય આમતેમ.

લે! તું કહે કઈ રીતે ગોઠે જીવવું,

આંખોમાં એક સાંજ ઠરી... એય આમ તેમ.

સંગાથ સરસ જોઈ યાદ મોકલી હતી,

શું થઈ ગયું કે પાછી ફરી એય આમ તેમ.

‘મિસ્કીન’ પછી તો બહુ લાગ્યો એકલો,

એક સાંજ હતી આશા ભરી, એય આમતેમ.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013