paDchhaya wagarno thai gayo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પડછાયા વગરનો થઈ ગયો

paDchhaya wagarno thai gayo

કિરણસિંહ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ
પડછાયા વગરનો થઈ ગયો
કિરણસિંહ ચૌહાણ

ચિત્તમાં યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો,

હા વગરનો થઈ ગયો ને ના વગરનો થઈ ગયો.

સ્હેજ પણ બોજો નથી ને એક પણ ચિંતા નથી,

જ્યારથી હું નામ-સરનામા વગરનો થઈ ગયો.

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો,

કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

જાત અપરાધી હતી તોયે સજા દઈ શક્યો,

બસ પછી હું જાત પર શ્રદ્ધા વગરનો થઈ ગયો.

સાંજને ઇચ્છા મુજબનો અંત ના આપી શક્યો,

હું પ્રણયમાં સાવ મૌલિકતા વગરનો થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999