nadipanun to pachhi kyanya nadiman na rahyun - Ghazals | RekhtaGujarati

નદીપણું તો પછી ક્યાંય નદીમાં ન રહ્યું

nadipanun to pachhi kyanya nadiman na rahyun

હરકિશન જોષી હરકિશન જોષી
નદીપણું તો પછી ક્યાંય નદીમાં ન રહ્યું
હરકિશન જોષી

નદીપણું તો પછી ક્યાંય નદીમાં રહ્યું

બરફનું શહેર સતત સૂર્યની દિશામાં વહ્યું!

ઉઘાડબંધ થતાં જીર્ણ કમાડોનું રુદન;

દીવાલો જેમ અમે મૂક થઈ ગયા ને સહ્યું!

હવાની આંગળીએ શ્વાસના શિશુની સફર

બધી બાબતોમાં સાંત્વન પરાયું રહ્યું!

કોઈ રાતને રોકી શક્યા, વાત કરી,

સવાર-સાંજનેય આમ તો કશું કહ્યું!

પસાર થઈ ગયા બ્હાવરાની જેમ કિશન

ઉઠાવી ધૂળમાંથી મસ્તકે ફૂલ ગ્રહ્યું.

સ્રોત

  • પુસ્તક : તારા નગરમાં (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : હરકિશન જોષી
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1980