રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાંપણોને કોઈ સમજાવે નહીં
પાંપણોમાં ઊંઘ પણ આવે નહીં
ભીંત પર એવી સફેદી જોઉં છું
આંખ કોઈ દૃશ્ય લટકાવે નહીં
ત્યાં ફૂટેલી માટલી કોને ખબર?
આંસુઓનાં બુંદ છલકાવે નહીં
રાખ ચૂલા પર હજી ઊડ્યા કરે
પણ હવાને કોઈ સળગાવે નહીં
સૂપડામાં શબ્દ વેરણછે’ર છે
હીંચકો પણ ગીત સંભળાવે નહીં
આંગણું ‘દિગન્ત’ જેવું થઈ ગયું
કોઈનાં પગલાઓ ઉપસાવે નહીં
pampnone koi samjawe nahin
pampnoman ungh pan aawe nahin
bheent par ewi saphedi joun chhun
ankh koi drishya latkawe nahin
tyan phuteli matli kone khabar?
ansuonan bund chhalkawe nahin
rakh chula par haji uDya kare
pan hawane koi salgawe nahin
supDaman shabd weranchhe’ra chhe
hinchko pan geet sambhlawe nahin
anganun ‘digant’ jewun thai gayun
koinan paglao upsawe nahin
pampnone koi samjawe nahin
pampnoman ungh pan aawe nahin
bheent par ewi saphedi joun chhun
ankh koi drishya latkawe nahin
tyan phuteli matli kone khabar?
ansuonan bund chhalkawe nahin
rakh chula par haji uDya kare
pan hawane koi salgawe nahin
supDaman shabd weranchhe’ra chhe
hinchko pan geet sambhlawe nahin
anganun ‘digant’ jewun thai gayun
koinan paglao upsawe nahin
સ્રોત
- પુસ્તક : વર્તુળને ખૂણે ખૂણે (પૃષ્ઠ ક્રમાંક 24)
- સર્જક : દિગન્ત પરીખ
- પ્રકાશક : હલક પ્રકાશન
- વર્ષ : 1996